વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના
વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના
(1) ચોથા તબક્કામાં ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષય
માટેના ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા-૨૯-૭-૨૦૧૩
ના રોજ બોલાવેલ છે.
(2) ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના જિલ્લા પસંદગીની કાર્યવાહી
માટે તા-૨૫-૭-૨૦૧૩ ના ૧૩-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન-લાઈન વેબસાઈટ
ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં
આવશે નહિ.
(3) ચોથા તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષયમાં૫૮.૩૪મેરીટ સુધીના ઉમેદવારો
અને સામાજીક વિજ્ઞાનના વિષયમાંનીચેના મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર
મેળવી શકશે.
કેટેગરીક્યાં મેરીટ સુધીના
મહિલા ઉમેદવાર- ઓપન કેટેગરી૬૪.૨૫ સુધી
અનુસૂચિત જાતિ – ભાઈઓ૬૪.૧૫ સુધી
અનુસૂચિત જાતિ – બહેનો૬૩.૮૧ સુધી
અનુસૂચિત જન જાતિ – ભાઈઓ-બહેનો૫૫.૪૦ સુધી
બક્ષી પંચ – ભાઈઓ-બહેનો૬૩.૬૯ સુધી
પીઆઇએલ નં. ૫૮/૨૦૧૩ માં નામદાર ગુજરાત હાઇકોર્ટના તા. ૨૮/૩/૨૦૧૩
ના વચગાળાના આદેશ અન્વયે શ્રવણની ખામી ધરાવતા ઉમેદવારો માટે
જાહેરાતમાં દર્શાવેલી કુલ જગ્યાના ૧ ટકા જગ્યા ખાલી રાખવામાં આવેલ છે.
(4) ભાષા વિષયના વિદ્યાસહાયકોની જિલ્લા પસદગીની કાર્યવાહી ગણિત-વિજ્ઞાન
અને સામાજીક વિજ્ઞાનના વિષયની જીલ્લા પસદગી કાર્યવાહી પૂર્ણ થયા બાદ શરૂ
કરવામાં આવશે.